બદલાયા કરે !

રાહ એના એ રહે , ને રાહી બદલાયા કરે !

વૄક્ષ ડાળી એ જ કિન્તુ , પર્ણ બદલાયા કરે !

એજ નદીઓ , એ જ કાઠાં , રોજ લાગે એક શા ,

ખ્યાલ ના આવે એ રીતે , પાણી બદલાયા કરે !

નામ એનું એ રહે , ને કાળ ના રાખે શરમ ;

બાળપણ યૌવન ને ઘડપણ ,રૂપ બદલાયા કરે !

એ જ તખ્તો એ જ બેઠક એ જ છે ગીતો ભલે ,

કાલના ગાયક ને શ્રોતા , આજ બદલાયા કરે !

એ જ મુખ ને એ જ આંખો એ જ દિલ છે તે છતાં ;

જે હતા ગઈ કાલ ભાવો , આજ બદલાયા કરે !

The URI to TrackBack this entry is: http://gujaratikavitao.wordpress.com/2008/09/23/%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%aa%b0%e0%ab%87/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. બહુ સરસ વાત.


Leave a Comment